મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદના લેડાઉ ગામે નિર્માણાધીન શાળા વરસાદી પાણીથી ઘેરાઈ

થરાદ તાલુકાના લેડાઉ ગામે નિર્માણાધીન નવી શાળાની આસપાસ વરસાદી પાણી ભરાઈ જતાં

તસવીર: gstv

થરાદ તાલુકાના લેડાઉ ગામે નિર્માણાધીન નવી શાળાની આસપાસ વરસાદી પાણી ભરાઈ જતાં ગ્રામજનો અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલી આ શાળા સામાન્ય વરસાદમાં જ પાણીથી ઘેરાઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગત વર્ષે પણ શાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરંતુ હજુ સુધી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. વાલીઓની માંગ છે કે પહેલા પાણી નિકાલની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે ત્યારબાદ જ શાળાનું બાંધકામ પૂર્ણ કરવામાં આવે. આ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા હજુ યથાવત રહેતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો