Banaskantha news: થરાદના ગામડાઓમાં હજી પાણી ઓસર્યા નથી, પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભારે રોષ
Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અન

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ગામડાઓમાં ઘૂસી જતા મોટી વિકટ સમસ્યા સર્જાઈ હતી પરંતુ વરસાદે વિરામ લીધાને પાંચ દિવસ બાદ પણ પાણી ગામમાં યથાવત્ રહ્યા છે. જેથી ગામ લોકો રોષે ભરાયા હતા.
થરાદના રામપુરા ગામના ડેપ્યુટી સરપંચના પતિએ જણાવ્યું હતું કે આજે ચારથી પાંચ દિવસ બાદ પણ ગામની પરિસ્થિતિ અને ગામમાં પાણી સમસ્યા યથાવત છે તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ નિવારણના લાવતાં ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સરકાર અને નેતાઓ વાતો મોટી કરે છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નહીં તેવા આક્ષેપ કર્યા હતા ત્યારે રામપુરા ગામના લોકોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ હવે તો દહેશત દેખાઈ રહી છે ત્યારે વહેલી તકે કાયમી પાણીનો નિકાલ આવે તે જરૂરી છે.




