મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારના વ્રજ હાઈટમાં લાગી આગ, સદનસિબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલ વ્રજ હાઈટના પાંચમા માળે અચાનક આગ લાગી હતી. ઘટનાન

રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં આવેલ વ્રજ હાઈટના પાંચમા માળે અચાનક આગ લાગી હતી. ઘટનાના સમયે મકાન માલિક લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગતા આસપાસના ફ્લેટમાં રહેતા લોકો ભયભીત બની તરત જ સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો