મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ/ ભાયાવદરની એચ.એલ. પટેલ કોલેજ પર જુનિયર ક્લાર્કની ભરતીને લઈ ગેરરીતિના ગંભીર આક્ષેપ

રાજકોટના ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ

રાજકોટના ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી કરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે 19 એપ્રિલે જ હર્ષ ભુવાનું નામ પસંદ થશે તેવી ફરિયાદ કરી હતી અને બાદમાં પરિણામમાં તે પસંદ થતા મામલો ગરમાયો છે. યુવરાજસિંહે પરીક્ષા પ્રક્રિયા, નિશ્ચિત બોલપેનના ઉપયોગ અને ભરતીમાં પારદર્શિતાને લઈને સવાલો ઉઠાવ્યા છે. 200માંથી 173 ગુણ મેળવનાર ઉમેદવાર અગાઉ કોઈ ભરતીમાં હાજર ન રહ્યો હોવાના કારણે પણ ચર્ચા જાગી છે. તેમણે ભરતી રદ્દ કરી ન્યાયિક તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો