Video: સામખીયાળી ટોલ પ્લાઝા નજીક રાંધણ ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં દોડધામ
રાંધણ ગેસ ભરીને કંડલાથી ઉત્તરપ્રદેશ તરફ જઈ રહેલા એક ટેન્કરમાંથી ગેસ લીક
રાંધણ ગેસ ભરીને કંડલાથી ઉત્તરપ્રદેશ તરફ જઈ રહેલા એક ટેન્કરમાંથી ગેસ લીક થતા અફરાતફરી મચી હતી. જો કે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કરનો વાલ્વ બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી.
કચ્છ જિલ્લાના સામખીયાળી ટોલ પ્લાઝા નજીક રાંધણ ગેસ ભરીને કંડલાથી ઉત્તરપ્રદેશ તરફ જઈ રહેલા એક ટેન્કરમાંથી ગેસ લીક થતા આસપાસના વાહનચાલકોમાં દોડધામ મચી હતી. બનાવને પગલે ભચાઉ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી સમયસૂચકતા વાપરી ટેન્કરનો વાલ્વ બંધ કરી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ગેસ લીક થયું ત્યારે હાઈવે પરના વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.




