મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ચંદીગઢ મહાનગરપાલિકા બની અખાડો, ભાજપ-કોંગ્રેસ અને AAPના કોર્પોરેટરો વચ્ચે મારામારી 

ચંદીગઢ મહાનગરપાલિકામાં એક બેઠક દરમિયાન અનિલ મસીહના મુદ્દા પર વ

ચંદીગઢ મહાનગરપાલિકામાં એક બેઠક દરમિયાન અનિલ મસીહના મુદ્દા પર વિવાદ થયો હતો અને આ વિવાદ એટલો વધી ગયો કે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે મારામારી થઇ હતી.

શું છે ઘટના?

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સતત ભાજપના અનિલ મસીહને વોટ ચોર ગણાવતા પોસ્ટર લહેરાવી રહ્યાં હતા અને સૂત્રોચ્ચાર કરતા હતા. તે બાદ અચાનક અનિલ મસીહ કોર્પોરેશનના વેલમાં આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે કોંગ્રેસના ઘણા નેતાઓ સોનિયા ગાંધી-રાહુલ ગાંધી જામીન પર છે. તે બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમની પાસે આવ્યા હતા અને ફરીથી અનિસ મસીહ વોટ ચોર છે તેવા પોસ્ટર લહેરાવવા લાગ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: શિક્ષકે સામાન્ય બાબતે માસૂમને 8 થપ્પડ ચોડી દીધા, બાળકના વાલીને પણ આપી ધમકી

ભાજપના કોર્પોરેટરોએ આ પોસ્ટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેને લઇને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે વિવાદ થયો હતો. બેઠક શરૂ થતાની સાથે જ કોંગ્રેસે ભાજપને ડૉ. આંબેડકરના મુદ્દે ચર્ચા કરવા અપીલ કરી હતી. બીજી તરફ વીજળી બોર્ડના ખાનગીકરણને લઇને AAP અને કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો.

આ સમાચાર શેર કરો