VIDEO: વડોદરાના નારાયણ વિદ્યાલયમાં શિક્ષકો,શાળાના સ્ટાફ અને વાલીઓનો ઉગ્ર વિરોધ, સમગ્ર વિવાદ શિક્ષણ તંત્ર સુધી પહોંચ્યો
રાજ્યના વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકો,શાળાના સ્ટા
રાજ્યના વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકો,શાળાના સ્ટાફ અને વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગાઉ આ જ શાળામાં જર્જરીત ભાગ પડી જતા શાળાને બંધ કરી દેવામાં આવી હતી.
બે કરતા વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતાં
જ્યારે ફરીથી આ જ શાળામાં બે કરતા વધુ વિદ્યાર્થીઓ નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતાં.જે બાદ શાળાએ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ એડમીશન અપાવીને શાળાને બંધ કરી દીધી હતી.અને શાળામાં રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ફરીથી શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી
વાલીઓ દ્વારા અહીં ફરીથી શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા અને પ્લકાર્ડ દર્શાવીને ફરીથી અહીં જ શાળા શરૂ કરવાની માંગ કરી છે.






