VIDEO: ભાભર વિસ્તારમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા ઉભો પાક નષ્ટ થવાનો ભય
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બેડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી મીની વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે ખેડૂ
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બેડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી મીની વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં ધોવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવું દુષ્કર બન્યું છે. પશુપાલકોને દૂધ ડેરીમાં લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કપાસ, મગફળી અને એરંડા જેવા પાકો નિષ્ફળ થવાની સંપૂર્ણ ભીતિ છે.
ખેડૂતોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું
વધુમાં, ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે, જેનાથી તેમનું જનજીવન વધુ મુશ્કેલ બન્યું છે. અતિશય પવન અને વરસાદને કારણે 10થી વધુ પશુઓના મોત થયા છે, જે પશુપાલકો માટે મોટું નુકસાન છે. આ ઉપરાંત, વાવાઝોડાંને કારણે મોટા તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખેડૂતો જાતે વૃક્ષો ખસેડીને અને કાપીને રસ્તાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.







