મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારી પંથકમાં મરઘાની લાલચે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો, લોકોને જોઈ મારી તરાપ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં અવારનવાર દીપડા રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં અવારનવાર દીપડા રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ગણદેવી તાલુકાના ગામમાં પણ દીપડો છેલ્લા કેટલાક દિવસથી દેખાતા લોકો ભય હેઠળ જીવી રહ્યા હતા. ત્યારે ગત રાત્રે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોને રાહત થઈ છે. વન વિભાગને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃVIDEO:નવસારી પંથકમાં ઘાયલ દીપડાએ ધમાલ મચાવતા વનવિભાગ ધંધે લાગ્યુ, ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતા મહિલાને ઈજા

મરઘાનો શિકાર કરવા આવ્યો હતો

ગણદેવી એંધલ ગામના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટા-ફેરા જોવા મળતા ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને, બે દિવસ પહેલા માના ફળિયામાં આવેલા ખેતરમાં દીપડાએ મરઘાનો શિકાર કરતા વિસ્તારના લોકોએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

લોકોએ લીધો રાહતનો શ્વાસ

આ ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓ તરત જ હરકતમાં આવ્યા હતા. દીપડાને પકડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખેતર નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આજે મોડી રાત્રે, કદાવર દીપડો પાંજરે પુરાતા ગામજનોમાં રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેના પર કબજો મેળવી લીધો છે.વન વિભાગની આ કાર્યવાહીને કારણે એંધલ ગામના લોકો નિર્ભય બની ખેતીમાં કામ કરવા માટે જઈ શકશે. 

આ સમાચાર શેર કરો