VIDEO: સુરતના અલથાણમાં ડમ્પર-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટ્રો મોલ પા
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટ્રો મોલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા સવાર 28 વર્ષીય જયેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક સુરતના ગોડાદરા વિસ્તારનો રહેવાસી હતો અને રોજગારી માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો, ત્યારે જ કાળમુખા ડમ્પરે તેને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ ગોડાદરામાં રહેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જાહેરાત






