Video: સાબરમતી નદીના પાણી તૈયાર પાક પર ફરી વળતા ખેડૂતોને ભારે નુકશાન

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, આ

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, આ પાણી દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. શાકભાજી પકવતા ખેડૂતોને નુકશાન જતાં તેઓએ સરકાર તરફથી વળતરની માંગ કરી છે. 

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની સતત આવક થતાં સાબરમતી નદીમાં પાણી છોડાયું છે, પણ આ પાણી અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે આફત લઈને આવ્યું છે, કારણ કે આ પાણી ખેડૂતોના તૈયાર થયેલા પાક પર ફરી વળતાં ધરતીપુત્રોને નુકશાન થયું છે. દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ખેતરોમાં રીંગણી, ચોળી અને દૂધી જેવા શાકભાજી પકવતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પૂરના પાણી ફરી વળ્યા હતા. બાકરોલ ગામમાં પાણી છોડ્યા બાદ શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. ખેતરમાં ખેડૂતોએ પાણી નિકાલ કર્યો પણ શાકભાજીના છોડ બળી ગયા હતા. ખેડૂતોને નુકશાન જતાં તેઓએ સરકાર તરફથી વળતરની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત