Amreli: વીજપુરવઠો ન મળતા ખેડૂતોએ કર્યો હલ્લાબોલ, PGVCL કચેરીએ લાઇટ આપોના કર્યા સૂત્રોચ્ચાર
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ફીડરમાં વીડ પાવર ન મળતા છ જેટલા ગામના ખેડૂતો વીજપડી પીજીવીસીએલ કચેર
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ફીડરમાં વીડ પાવર ન મળતા છ જેટલા ગામના ખેડૂતો વીજપડી પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે. પિયત સમયે ખેતીવાડી વીજપુરવઠો અનિયમિત મળતા રાતે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. વિજપડી, ભમર, ઘાંડલા, ચીખલી, દોલતી, ભાક્ષી સહિતના ગામોમાંથી ખેડૂતો કચેરીએ પહોંચી લાઈટ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે ખેડૂતો કચેરી પહોંચ્યા ત્યારે તાળા જોવા મળ્યા અને એક પણ કર્મચારી ત્યાં હાજર ન હતા. નોંધનીય છે કે, છેલ્લા આઠ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો અનિયમિત મળતા ખેડૂતો રોષ સાથે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા.








