મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મગફળી સળગાવી સરકાર સામે ઠાલવ્યો રોષ, ધરતીપુત્રો ટેકાના ભાવની ખરીદીથી નારાજ

Farmers in Amreli vented their anger against the government by burning groundnuts | કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે.

કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની 125 મણની ખરીદીની જાહેરાતથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાવરકુંડલાના જાબાળ, શાંતિનગર ગામે ખેડૂતોએ મગફળી સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

 મગફળીના પાથરા સળગાવીને વિરોધ 

શાંતિનગર ગામમાં 10 વીઘાની મગફળીની ખેતી કરતા ખેડૂત મુકેશ ભેસાણીયાએ મગફળીનું વાવેતર કર્યું હતું, પણ માવઠું પડતા પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની 125 મણની ખરીદીની જાહેરાત થતા શાંતિનગરના ખેડૂતે પોતાની 10 વીઘાની જમીનમાં વાવેલી મગફળીના પાથરા સળગાવી નાખ્યા હતા. સરકારની ટેકાના ભાવની જાહેરાત બાદ ખેડૂતોમાં રોષ વધુ જોવા મળ્યો છે અને બચેલી થોડી ઘણી મગફળી પણ સળગાવીને રોષ પ્રગટ કર્યો હતો. જાબાળ ગામના ખેડૂતોએ પણ મગફળીના પાથરા સળગાવીને વિરોધ નોંધાવ્યો છે. 

આ સમાચાર શેર કરો