મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આ તે તંત્રની કેવી બલિહારી, નસવાડીમાં તળાવ છલોછલ છતાં ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસ્યાં

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગનું નસવાડી તાલુકામાં ધનિયા ઉમરવા તળાવ આવેલું છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગનું નસવાડી તાલુકામાં ધનિયા ઉમરવા તળાવ આવેલું છે. બે વર્ષથી આ તળાવ છલોછલ ભરાઈ જાય છે, જયારે નસવાડી ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી હતી. ગત વર્ષે તળાવ ઉપર આવેલા કુવાનું રીનોવેશન તેમજ અન્ય કામગીરી 25 લાખના ખર્ચે કરવામાં આવી હતી. જયારે ચાર વર્ષમાં એક કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી.

આ પણ વાંચોઃ સુરત સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી, કેથલેબ મશીન-ટેક્નિશન હોવા છતાં દર્દીઓને નથી મળતો લાભ

વચન મળે પાણી નહી

સરકારે ખેડૂતોના હિત માટે એક કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી કામગીરી બતાવવામાં આવી હતી. પરંતુ કેનાલોમાં પાણી ન આવ્યું. જયારે આ વિસ્તારોમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી.  બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે. પરંતુ પથ્થર વાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. આ ત્રણ ગામોના ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતીમાં સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત છે. આટલો મોટો ખર્ચ કેનાલ રીપેરીંગ અને કુવા રીપેરીંગનો કરવામાં આવ્યો છે. ત્યારે ઉભા મોલને પાણીની અત્યંત જરૂરિયાતના સમયે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ વર્ષે પાણી મળશે તેવું વચન આપ્યું હતું. પરંતુ પાણી ના આવ્યું.

આજદિન પાણી નથી આવ્યું

વર્ષોથી  કેનાલ બની ત્યારથી આજદિન સુધી પાણી આવ્યું નથી. ખેડૂતોએ તેઓની જમીનો કેનાલ બનાવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા  લેવમાં આવી હતી. પરંતુ સિંચાઈ વિભાગે વળતર પણ આપ્યું નથી. ખેડૂતો વળતર મેળવવા માટે વર્ષ 1985 કચેરી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની કચેરીના ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર આદિવાસી વિસ્તારના ખેડૂતોની સધ્ધરતા વધે તે માટે વિવિધ  યોજનાઓમાં ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ અધિકારીઓ અને ઇજનરોના વાંકે સરકારના ખર્ચેલા નાણાં વ્યર્થ સાબિત થાય છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ કેનાલોમાં પાણી આવતું નથી. જયારે આ વિસ્તારો નર્મદા મેઈન કેનાલના ઉપરવાસનો વિસ્તાર છે. જેથી નર્મદા કેનાલનું પાણી પણ આ વિસ્તારના ખેડૂતોને મળતું નથી. જેના લીધે ખેડૂતો ચોમાસાની ઋતુની ખેતી ઉપર નભવું પડે છે.

ખેડૂતો કરી રહ્યા છે આવી માગ

આદિવાસી વિસ્તારમાં જમીનો ઓછી છે. પરિવારો મોટા છે. તેવા સમયે વર્ષમાં બે પાક ખેડૂતો પકવે તો તેઓની સધ્ધરતા જળવાઈ રહે તેમ છે. પરંતુ સિંચાઈના પાણી વગર ખેતી કરવી ભારે કઠીન છે. હાલ તો આ ત્રણ ગામના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ કરી રહ્યા છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લે અને ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેવી લોકો માગ કરી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો