મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી, કેથલેબ મશીન-ટેક્નિશન હોવા છતાં દર્દીઓને નથી મળતો લાભ

સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સતત વિવાદોના કેન્દ્રમાં રહેતું હોય છે. ત્યારે ફરી એક વા

સુરત સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી, કેથલેબ મશીન-ટેક્નિશન હોવા છતાં દર્દીઓને નથી મળતો લાભ

સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સતત વિવાદોના કેન્દ્રમાં રહેતું હોય છે. ત્યારે ફરી એક વાર સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ઉત્તમોત્તમ નમૂનો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિનાઓથી હૃદયરોગના નિદાન માટે કેથલેબ મશીન અને ટેકનીશીયન આવી ગયા છે. પરંતુ સિવિલ તંત્ર ગંભીરતા દાખવતું નહીં હોવાથી આ મશીનનો લાભ ગરીબ લોકોને મળતો ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં કાયદાની સ્થિતિ કથળી, 24 કલાકમાં બીજી હત્યા, પાણીની લાઈન મુદ્દે યુવકને ઉતારાયો મોતને ઘાટ

ત્રણ માસથી મશીન ધૂળ ખાય છે

પ્રાપ્ત વિગત મુજબ દક્ષિણ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે. સિવિલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલું હૃદય રોગના નિદાન અને સારવાર માટે આધુનિક કેથલેબ મશીન ત્રણેક માસ પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવ્યુ છે.

રૂપિયા ખર્ચવા લોકો મજબૂર

આ આધુનિક મશીન પર એન્જીયોગ્રાફી અને એન્જીયો પ્લાસ્ટી કરવામાં આવશે. કેથલેબ મશીનનો ઉપયોગ કરવા માટે બે ટેક્નિશિયન નિમણૂંક પણ કરવામાં આવી છે. જો કે, સિવિલ તંત્ર અને અધિકારીઓ દ્વારા હજી હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓના નિદાન અને સારવાર માટેનું કેથલેબ મશીન ચાલુ કર્યું નથી. જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતથી સારવાર માટે આવતા દર્દીઓને તકલીફો પડી રહી છે અને ખાનગીમાં રૂપિયા ખર્ચવા મજબૂર થવું પડી રહ્યું છે.

આ સમાચાર શેર કરો