VIDEO: વઢવાણ તાલુકામાં કેનાલોના રિપેરિંગ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક યોગ્ય મરામતની કરી માંગ
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં કેનાલોના રિપેરિંગ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્ય
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં કેનાલોના રિપેરિંગ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ રિપેરિંગના બહાને કેનાલો બંધ રાખવાનો નિર્ણય લેતા ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું નથી. જોકે, નવાઈની વાત એ છે કે અધિકારીઓએ રિપેરિંગ કામ શરૂ કરવાને બદલે કેનાલોમાં પાણી છોડવાનું ચાલુ રાખ્યું છે. આના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થઈ રહ્યું છે.
વઢવાણની મુખ્ય અને માઇનોર કેનાલોમાં સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે રિપેરિંગના નામે કરોડોનો ખર્ચ બતાવવામાં આવશે પરંતુ વાસ્તવિક કામગીરી શૂન્ય છે. ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય મરામતની માંગ કરી છે.








