VIDEO: પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેતા પરિવારજનો દીકરીને પાછી ઉઠાવી ગયા, અપહરણની ફરિયાદ
હાલ ધામધૂમથી અને પરિવારની મરજીથી થતાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ઘણા યુવક-યુવતીઓ

હાલ ધામધૂમથી અને પરિવારની મરજીથી થતાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ઘણા યુવક-યુવતીઓ માતા-પિતાની મરજી વિના ભાગીને પણ લગ્ન કરવા સાથે રહેતા હોય છે. જેમને લેવા માટે પરિવારજનો દ્વારા અપહરણ પણ કરી લેવામાં આવતું હોવાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં પ્રેમી સાથે ભાગીને આવીને રહેતી યુવતીને તેમના જ પરિવારજનો દ્વારા કારમાં બળજબરીથી ઉઠાવી જવાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમા ચાર મહિલાઓ અને ત્રણ યુવાનોએ મળીને બળજબરીપૂર્વક ઉઠાવી જવાઈ હતી. ખુલ્લેઆમ થયેલા યુવતીના અપહરણને લઈને સરથાણા પોલીસ મથકમાં અરજી નોધવામાં આવી છે.




