Video: મહુવામાં પાડોશીએ ચોરીનો આરોપ મૂકતાં પરિવારે ઝેરી દવા ગટગટાવી, ગુનો કબૂલ કરવા માર માર્યો હોવાનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના મહુવામાં એક શખ્સ પર ચોરીનો આરોપ લગાવાતા તેને લાગી આવતા તેણ
ભાવનગર જિલ્લાના મહુવામાં એક શખ્સ પર ચોરીનો આરોપ લગાવાતા તેને લાગી આવતા તેણે પરિવારના અન્ય ત્રણ સભ્યો સાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો તમામને સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાડોશમાં થયેલી ચોરીનો આરોપ લગાવાયો હતો
મહુવાના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહુવામાં રહેતા સન્ની પરમાર પર ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવતા અને તેમને માનસિક ત્રાસ સાથે માર મારવાનો આક્ષેપ કરાયો છે. સન્નીભાઈ અને તેમના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા તમામ લોકોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાડોશમાં રહેતા કાલુભાઈને ત્યાં ચોરી થઈ હોય જે અંગેનો આક્ષેપ નાખવામાં આવ્યો હોવાથી તેમને લાગી આવતા દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.હાલ ઘટનાને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.




