મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ 10 વર્ષમાં 20 વખત પરીક્ષા આપી છતાં નાપાસ, આખરે ડમી વિદ્યાર્થી બેસાડ્યો, પરંતુ સુપરવાઇઝરની સતર્કતાથી ફૂટ્યો ભાંડો 

સુરતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ચાલી રહેલી TYBA (થર્ડ યર બેચલર ઓફ આર્

સુરતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ચાલી રહેલી TYBA (થર્ડ યર બેચલર ઓફ આર્ટ્સ)ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પકડાતા મોટો મામલો સામે આવ્યો છે. એક યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વારંવાર નાપાસ થવાને કારણે આ વખતે પોતાના બદલે અન્ય ડમી વિદ્યાર્થીને પરીક્ષા આપવા બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.

10 વર્ષમાં 20 વખત પરીક્ષા આપી છતાં નાપાસ!

આ મામલો એક એવા વિદ્યાર્થીનો છે જે 2015-16ના વર્ષમાં કોલેજમાં દાખલ થયો હતો. આ વિદ્યાર્થી છેલ્લા 10 વર્ષના લાંબા ગાળામાં લગભગ 20  વખત પરીક્ષા આપી ચૂક્યો છે, પરંતુ સતત નાપાસ થતો આવ્યો છે. તાજેતરમાં દિવાળી પહેલા લેવાયેલી પરીક્ષામાં આ વિદ્યાર્થીએ પાસ થવા માટે ડમી વિદ્યાર્થીને બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરીક્ષા ખંડમાં હાજર સુપરવાઇઝરની સતર્કતાને કારણે આ ડમી વિદ્યાર્થી તરત જ પકડાઈ ગયો હતો.

યુનિવર્સિટીના નિયમો અને પોલીસ કાર્યવાહી

ડમી વિદ્યાર્થી પકડાતાની સાથે જ કોલેજ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા એ પણ માહિતી આપી હતી કે, યુનિવર્સિટીની સ્ટ્રેટેજી અને નિયમો અનુસાર, આ કૌભાંડમાં પકડાયેલા વિદ્યાર્થીને 1 વર્ષ સુધી અભ્યાસ કે પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો