VIDEO: વટવામાંથી 'નકલી' ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટી ઝડપાઈ, SOGએ 4 યુવાનોની કરી ધરપકડ
અમદાવાદના વટવામાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. SOGને બાતમી મળી હતી ક
અમદાવાદના વટવામાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. SOGને બાતમી મળી હતી કે વટવાની એક ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવે છે. આ બાતમીના આધારે SOGએ દરોડા પાડ્યા હતા. આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા યુવાનો
રોનક રાઠોડ,
ખુશ પટેલ,
મૌલિક પટેલ
ધ્રુવ દેસાઈ
SOGએ દરોડા દરમ્યાન મુદ્દામાલ કબજે કર્યો
આ પણ વાંચો: પાટણ: 65 વર્ષના વિકૃત વૃદ્ધને 20 વર્ષની આકરી સજા, બાળકીઓને લાલચ આપી કરતો હતો અડપલાં
SOGએ દરોડા દરમ્યાન મુદ્દામાલ કબજે કરી આરોપી પાસેથી ઓસ્ટ્રેલિયાની 50 ડોલરની 119 નકલી નોટો ઝડપી પાડી હતી SOGને ઓસ્ટ્રેલિયન ડોલરની 180થી વધુ નોટો મળી આવી હતી.
પ્રિન્ટર, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
SOGની ટીમે પ્રિન્ટર, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી, તો બીજી તરફ નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા માટે નીકળેલો યુવક પણ ઝડપાયો હતો.








