મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વેજલપુરની શ્રી નંદ સોસાયટીમાં વરસાદ બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રી નંદ સોસાયટીમાં ભારે વરસ

તસવીર: gstv

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રી નંદ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પણ કલાકો વીતી ગયા છતાં પાણી ઓસર્યાં નથી. સોસાયટીના આંતરિક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી હોવા છતાં અસરકારક પરિણામ મળ્યું નથી. સતત પાણી ભરાઈ રહેતાં અવરજવર મુશ્કેલ બની છે અને રહેવાસીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો