મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારે વરસાદથી જમ્મુ-શ્રીનગર હાઇવે બેસી ગયો

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે એનએચ-44 નો એ

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે એનએચ-44 નો એક મોટો ભાગ દેવાલ પુલ પાસે બેસી ગયો છે. આ કુદરતી આફતને કારણે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને હજારો વાહનો લાંબી કતારોમાં ફસાયા છે. પ્રશાસન અને ટ્રાફિક પોલીસ દ્વારા કાટમાળ હટાવવાની અને રસ્તાને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે મુસાફરોને સાવચેતી રાખવા અને મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો