VIDEO: વલસાડમાં ભારે વરસાદથી વાંકી નદી પૂરજોશમાં, DGVCL ઓફિસમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંકી નદી બે ક

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંકી નદી બે કાંઠે વહેતી થઈ છે. વાંકી નદીના પૂરના પાણી ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં ઘૂસી જતાં ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે જળમગ્ન બની ગયો હતો. ઓફિસમાં પાણી ભરાઈ જતાં કર્મચારીઓએ નીચે રાખેલો સામાન, મહત્વની ફાઈલો અને કમ્પ્યુટર્સને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી. વરસાદી પાણી વચ્ચે પણ કામગીરી ચાલુ રાખવા માટે ડીજીવીસીએલના કર્મચારીઓ પાણીમાં બેસીને કામ કરવા મજબૂર બન્યા હતા. સરકારી કચેરીમાં પાણી ઘૂસી જતાં કર્મચારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.




