Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Major accident averted in Valsad: Car plunged from Maan river bridge, driver swam to save his life

વલસાડમાં મોટી દુર્ઘટના ટળી: માન નદીના પુલ પરથી કાર તણાઈ, ચાલકે તરીને બચાવ્યો જીવ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
વલસાડમાં મોટી દુર્ઘટના ટળી: માન નદીના પુલ પરથી કાર તણાઈ, ચાલકે તરીને બચાવ્યો જીવ
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે (22 જુલાઈ) વહેલી સવારે એક મોટી હોનારત ટળી હતી. ધરમપુરના બોપી અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોળાઆમ્બા ગામને જોડતી માન નદીના પુલ પર પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં, કાર પસાર કરવા જતાં એક કાર નદીમાં તણાઈ ગઈ હતી.

App Store

માન નદીના પુલ પરથી કાર તણાઈ

મળતી માહિતી મુજબ, સુરતનો નિકુંજ મિસ્ત્રી નામનો યુવક પોતાના પરિવાર સાથે વિલ્સન હિલ ખાતે ફરવા આવ્યો હતો. ગઈકાલે પરિવારના અન્ય સભ્યો સુરત પરત ફરી ગયા હતા, જ્યારે નિકુંજ પોતાના એક મિત્રને ત્યાં રોકાયો હતો. આજે સવારે તે પોતાની કાર લઈને સુરત જવા નીકળ્યો હતો.

પુલ પર પાણી હોવા છતાં કાર ચલાવતાં સર્જાઈ દુર્ઘટના

હનુમંતમાળ થઈને પસાર થઈ રહેલા નિકુંજ મિસ્ત્રી જ્યારે બોપી અને મોળાઆમ્બાને જોડતા માન નદીના પુલ પર પહોંચ્યા, ત્યારે પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. નદીમાં પાણીનું સ્તર વધુ હોવા છતાં તેમણે કાર આગળ વધારી હતી, પરંતુ તીવ્ર વહેણ આગળ કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પાણીમાં તણાવા લાગી હતી.

ચાલકે સમય સૂચકતા વાપરી, ગ્રામજનોએ કાર બહાર કાઢી

કાર તણાતાં જ નિકુંજ મિસ્ત્રીએ સૂઝબૂઝ અને હિમ્મત દાખવી હતી. તેમણે તાત્કાલિક કારનો દરવાજો ખોલી બહાર નીકળીને તરીને કિનારે પહોંચી પોતાનો જીવ બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ બોપી ગામના સરપંચ બાલુભાઈ જાદવ અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ગ્રામજનોએ ભારે જહમત અને મહામુસીબતે નદીના પાણીમાં તણાયેલી કારને પણ સલામત રીતે બહાર કાઢી હતી. ચાલકનો સહીસલામત બચાવ થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.