મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અમદાવાદમાં ST અને ખાનગી બસો જેવા મોટા વાહનોના પ્રવેશ પર લાગશે રોક, આ કારણોસર લેવાશે નિર્ણય

અમદાવાદમાં આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એસટી અને ખાનગી લક્ઝરી બસોના શહેરમાં

સોર્સ: GSTV

અમદાવાદમાં આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એસટી અને ખાનગી લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર રોક લાગશે. રિવરફ્રન્ટ ખાતે એક્ઝિબિશનમાં મંત્રીએ જાહેરાત કરી કે, કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે શહેરને તૈયાર કરવા મોટા વાહનો રીંગ રોડ પર જ રોકાશે. મુસાફરોએ હવે સિટીમાં આવવા માટે મેટ્રો, BRTS અને AMTS જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડશે. આ પ્રોજેક્ટ હેઠળ રીંગ રોડ પર ખાસ ટ્રાન્સપોર્ટ હબ પણ તૈયાર કરવામાં આવશે. 

રીંગરોડ પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ યોજવાની છે, ત્યારે તે પહેલા અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રીંગરોડ પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે. આ સાથે બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોની ફેસીલીટી વધારવામાં આવશે, જેથી અમદાવાદના લોકો પણ ખાનગી વાહનોને બદલે સરકારી વાહનોનો ઉપયોગ વધુમાં વધુ કરી શકે. અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજવામાં આવેલા એક્ઝિબિશન ‘AmdavadNXT’ ના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ આ બાબત રજૂ કરી હતી. 

આ સમાચાર શેર કરો