મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયા પાલિકાના નવા હોદ્દેદારોની વરણી, જાણો પ્રમુખ-ઉપપ્રમુખના નામ

વડોદરાની વાઘોડિયા નગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ આજે નવા હોદ્દેદારોની પણ નિમણુક થઈ

 વડોદરાની વાઘોડિયા નગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ આજે નવા હોદ્દેદારોની પણ નિમણુક થઈ છે.  જેમાં નગરપાલિકાના સર્વપ્રથમ પ્રમુખ તરીકે બ્રિજેશ  ગોસ્વામી અને ઉપપ્રમુખ તરીકે સંદીપ ડોડીયાના નામની સત્તાવાર જાહેરાત થઈ હતી. જ્યારે પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ અને દંડક તરીકે કપિલાબેન વસાવા તેમજ કારોબારી ચેરમેન તરીકે કૃણાલ મહેતાની વરણી થઈ છે.

વડોદરા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રક્રિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા મહામંત્રી અધ્યારૂ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વરણી પ્રક્રિયામાં ભાજપના ૨૨, કોંગ્રેસના ૧ અને ૧ અપક્ષ સહિત કુલ ૨૪ સભ્યો હાજર રહ્યા હતા.   

આ સમાચાર શેર કરો