VIDEO: વડોદરાથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ કરાઈ, મુસાફરોમાં ભભૂકેલો રોષ
વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર 1808 માં અચાનક ટેકનિકલ ખામ
વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર 1808 માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાની જાહેરાત કરવામાં આવતા અનેક મુસાફરો અટવાયા હતા. જેને પગલે એરપોર્ટ પર ભારે રોષ જોવા મળ્યો હતો.
ખાસ કરીને જે મુસાફરોની દિલ્હીથી આગળની કનેક્ટિંગ ફ્લાઇટ હતી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે, એર ઈન્ડિયા દ્વારા સ્થિતિને સંભાળવા માટે મુસાફરોને રિબુકિંગ અને રિફંડની સુવિધા પૂરી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.




