મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વાડી ટાવર પાસે રોડના ડામર કાર્પેટિંગની કામગીરીને લઈ વિવાદ, કોંગી કોર્પોરેટરે કર્યો આ આક્ષેપ

વડોદરાના વાડી ટાવર પાસેના મારું ફળિયામાં રોડના ડામર કાર્પેટિંગની કામગીરીને લઈને

વડોદરાના વાડી ટાવર પાસેના મારું ફળિયામાં રોડના ડામર કાર્પેટિંગની કામગીરીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. તંત્ર દ્વારા સારા રોડ પર જ ફરીથી નવો ડામર રોડ બનાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને પાલિકા માત્ર  લાલી-લિપસ્ટિક જેવા દેખાડાની કામગીરી કરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આશરે ૧૦ લાખ રૂપિયાના ખર્ચે રોડ પર રોડ બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો હતો. સ્થાનિકોની નારાજગીને લઈને શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં નેતાઓ વચ્ચે સામ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. નવો રોડ બનવાથી રસ્તાની ઊંચાઈ વધશે અને વરસાદી ગટરો નીચી રહી જશે, જેને કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થાનિકોને ભીતિ છે. 

આ સમાચાર શેર કરો