VIDEO: ભારે વરસાદને કારણે વાવ-સુઈગામ તાલુકામાં આજે પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે
ભારે વરસાદને કારણે વાવ-સુઈગામ તાલુકામાં આજે પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહ
ભારે વરસાદને કારણે વાવ-સુઈગામ તાલુકામાં આજે પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લઈને તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વરસાદી પરિસ્થિતિને પગલે ગામોમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. વાવ-સુઈગામમાં સતત વરસાદને કારણે રસ્તાઓ અને ગામોમાં પાણી ભરાયું છે, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓને વધુ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો.








