મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હાય.. મોંઘવારી! સુરતમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્યતેલના બોક્સની સિફ્તપૂર્વક ચોરી

સુરતમાં શહેરમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની છે. રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલના બોક્સન

સુરતમાં શહેરમાં ખાદ્ય તેલના સતત વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની છે. રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલના બોક્સની ચોરી કરવામાં આવી હતી. તેલની ચોરી કરતા અજાણ્યા ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યો ઇસમ ચાલતા ટેમ્પા પર ચડી બે બોક્સ કપાસીયા તેલની ચોરી કરી પલાયન થયા હતાં. તેલના ભાવમાં વધારાને કારણે સામાન્ય જીવનમાં ભારે અસર પડી છે. તેલના વધતા ભાવ વચ્ચે હવે ચોરીના કિસ્સા બનવા લાગ્યા છે. રાંદેર પોલીસે સીસીટીવી ના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

આ સમાચાર શેર કરો