મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડુમ્મસ બીચ સહેલાણીઓ માટે બંધ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર સતર્ક બન્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સુરતન

તસવીર: gstv

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર સતર્ક બન્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. બીચ વિસ્તારમાં હોમગાર્ડ જવાનો અને પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે. બેરિકેટ લગાવી લોકોને બીચ પર ન જવા અને સુરક્ષા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો