મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ધોધમાર વરસાદ, પાર્લે પોઈન્ટ, ડુમ્મસમાં વરસાદી ઝાપટાં

હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

તસવીર: gstv

હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. અઠવાલાઇન્સ, મજુરાગેટ, પાર્લે પોઇન્ટ, ડુમ્મસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદનું વધુ જોવા મળ્યું છે. વરસાદની તીવ્રતા અને અંધારપટ છવાઈ જવાને કારણે વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવું પડ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લેવા તૈયારી કરી છે.

આ સમાચાર શેર કરો