મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / પુરી રથયાત્રા પૂર્વે બીચ પર રેસ્ક્યુ ટીમનું શક્તિપ્રદર્શન, લાઈફગાર્ડ્સે યોજી ધમાકેદાર મોક ડ્રીલ!

ઓડિશાના પવ

તસવીર: GSTV

ઓડિશાના પવિત્ર ધામ પુરી ખાતે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ પુરીના દરિયાકિનારે પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આ શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના અટકાવવા માટે ઓડિશા પોલીસના માર્ગદર્શન હેઠળ લાઈફગાર્ડ્સ દ્વારા એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરીના ગોલ્ડન બીચ ખાતે યોજાયેલી આ મોક ડ્રીલમાં લાઈફગાર્ડ્સે સમુદ્રમાં ડૂબતી વ્યક્તિઓને ઉગારવા માટેની વિવિધ બચાવ કામગીરીનું કૌશલ્યપૂર્વક પ્રદર્શન કર્યું હતું. આ ડ્રીલનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન દરિયામાં સ્નાન કરવા જતાં શ્રદ્ધાળુઓ સામે આવતા જોખમો સામે તાત્કાલિક અને સચોટ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવાનો છે.

મોક ડ્રીલ દરમિયાન લાઈફગાર્ડ્સ દ્વારા બોટ, લાઈફ જેકેટ, લાઈફ બોયા અને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટેની પૂર્વતૈયારી ચકાસવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન દરિયાકાંઠે વધારાના સુરક્ષા જવાનો અને અનુભવી લાઈફગાર્ડ્સની ટુકડીઓ ચોવીસે કલાક તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમુદ્રના ઊંડા અને જોખમી વિસ્તારોમાં શ્રદ્ધાળુઓને જતાં રોકવા માટે વિશેષ ચેતવણી સાઇનબોર્ડ્સ અને ફ્લોટિંગ બેરિકેટ્સ પણ મૂકવામાં આવી રહ્યા છે. પોલીસ પ્રશાસને શ્રદ્ધાળુઓને પણ દરિયાકાંઠે સુરક્ષા નિયમોનું પાલન કરવા અને લાઈફગાર્ડ્સની સૂચનાઓ અનુસરવા અપીલ કરી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો