મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં ઓવર સ્પીડના કારણે કાર દિવાલ તોડીને મકાનમાં ઘૂસી, કારચાલકનું મોત

જામનગરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ રાતે પસાર થઈ રહેલી જી.જે-10 ડી.જે.82

જામનગરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ રાતે પસાર થઈ રહેલી જી.જે-10 ડી.જે.8280 નંબરની સ્વીફ્ટ કાર ઓવરસ્પીડના કારણે બેકાબૂ બની હતી, અને ગોળાઈમાં જ આવેલા એક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી.  જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારચાલક યુવાનનું બેશુદ્ધ થયા પછી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

108ની ટીમે કારચાલકને મૃત જાહેર કર્યો 

આ બનાવની જાણ થતાં અને અવાજના કારણે સૌપ્રથમ આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા, 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. 108ની ટીમે કારચાલકને મૃત જાહેર કર્યો હતો. પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી હતી. જેના ખિસ્સામાંથી એક પાનકાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: પોરબંદરના દરિયામાં NCB અને ATSનું સંયુક્ત ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ સાથે બોટને ઝડપી

કારચાલકને હૃદય રોગનો હુમલો આવ્યું પ્રાથિમક તારણ

પ્રાથમિક તપાસ દરમિયાન કારચાલકને એકાએક  હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેના રિપોર્ટના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે. પોલીસ તપાસ દરમિયાન ગાયને બચાવવા જતાં અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો