VIDEO: સાયલામાં ચૂંટણી સ્ટાફ માટે પીવાનું પાણી ખૂટી પડ્યું, આવતીકાલની વ્યવસ્થા સામે સવાલ
સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી સામગ્રીના ડિસ્પેચિંગ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આ

સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી સામગ્રીના ડિસ્પેચિંગ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતેથી 119 મતદાન મથકો માટે ઈવીએમ વિતરણની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ માટે પીવાના પાણીની વ્યવસ્થા ખૂટી પડતા ભારે હોબાળો મચ્યો હતો.
તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે, જેમાં 95 હજારથી વધુ મતદારો 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. એક તરફ 139 કંટ્રોલ યુનિટ રવાના કરવાની દોડધામ છે, ત્યારે બીજી તરફ પ્રાથમિક સુવિધાઓના અભાવે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.


