VIDEO : સુરેન્દ્રનગરમાં નવા જંકશન નજીક 500 ઘરોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ, રહીશોએ કર્યો હોબાળો
Surendranagar News : સુરેન્દ્રનગરના નવા જંકશન નજીક આવસલી સોસાયટીમાં પીવાના પાણી અને રોડ

Surendranagar News : સુરેન્દ્રનગરના નવા જંકશન નજીક આવસલી સોસાયટીમાં પીવાના પાણી અને રોડ રસ્તચાઓ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળ્યો હતો. આ સોસાયટીના 500 ઘરોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકા દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં ન આવતા ટ્રેન્કર મારફતે વેચાતું પાણી લેવા સ્થાનિક લોકો મજબુર બન્યા છે. સુરેન્દ્રનગર પાલિકાએ દરેક ઘરે પાણી પહોંચાડવા 32 કરોડનો ખર્ચ કર્યો હતો, જે નિષ્ફળ નીવડ્યો છે. સ્થાનિકોએ વિનંતી કરી હતી કે તેમને પાણી આપવામાં આવે.




