મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ફૂટબોલ મેચમાં એક બીજા પર તૂટી પડ્યા ફેન્સ, 100થી વધુના મોતની આશંકા

પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીના બીજા સૌથી મોટા શહેર એન'જેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ

પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીના બીજા સૌથી મોટા શહેર એન'જેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે થયેલા ઝઘડામાં અનેક લોકોના મોત થયા છે. જોકે, એક ડૉક્ટરે જણાવ્યું કે હોસ્પિટલમાં જ્યાં સુધી જોઇ શકાય ત્યાં શબ લાઇનમાં પડેલા છે. મુર્દાઘર પણ ભરેલું છે. લગભગ 100 લોકો માર્યા ગયા છે.

પોલીસ સ્ટેશન પણ સળગાવ્યું

સોશિયલ મીડિયા હિંસાના કેટલાક વીડિયો પણ વાયરલ થઇ રહ્યાં છે પરંતુ તેની પૃષ્ટી થઇ શકી નથી. આ વીડિયોમાં મેચ બહાર રસ્તા પર અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક શબ જમીન પર પડેલા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓેએ એન'જેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી.

કેવી રીતે બની ઘટના

આ હિંસા મેચ રેફરી દ્વારા એક વિવાદિત નિર્ણય સાથે શરૂ થઇ હતી. તે બાદ ફેન્સે પિચ પર હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સમ્માનમાં આયોજિત એક ટૂર્નામેન્ટનો ભાગ હતી. ડૌંબૌયા 2021ના તખ્તાપલટમાં સત્તા પર કબ્જો કર્યો હતો અને ખુદને રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત કર્યા હતા. પશ્ચિમી આફ્રિકી દેશમાં આ રીતની ટૂર્નામેન્ટ સામાન્ય છે.ડૌંબૌયાની નજર આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટણી લડવા અને રાજકીય ગઠબંધન બનાવવા પર ટકેલી છે.

આ પણ વાંચો: કેનેડા/ 7 લાખ વિદ્યાર્થીઓ માથે મોટું સંકટ, દેશ છોડવાનો આવી શકે છે વારો, જાણો કેમ?

ડૌંબૌયાએ રાષ્ટ્રપતિને બળજબરી હટાવ્યા હતા

ડૌંબૌયાએ સપ્ટેમ્બર 2021માં રાષ્ટ્રપતિ અલ્ફા કોંડેને બળજબરી  હટાવીને સત્તા પર કબ્જો કરી લીધો હતો. ચોંકાવનારી વાત આ છે કે અલ્ફાએ જ ડૌંબૌયાને કર્નલ પદ પર રાખ્યા હતા જેથી તે આ રીતના તખ્તાપલટથી રાજ્ય અને તેમની સુરક્ષાનું કામ કરે. તે બાદ આંતરરાષ્ટ્રીય દબાણમાં ડૌંબૌયાએ 2024ના અંત સુધી એક નાગરિક સરકારને સત્તા પરત સોપવાનો દાવો કર્યો હતો પરંતુ હવે તેમને સ્પષ્ટ કરી દીધુ કે તે હવે આમ નહીં કરે.

Dozens of people were killed in clashes football match in N’Zerekore

આ સમાચાર શેર કરો