VIDEO: બે દિવસથી રાત-દિવસ જોયા વગર FSL કરી રહી છે કામ, DNA સેમ્પલિંગનું કામ ચાલુ- હર્ષ સંઘવી
DNA sample collection process of the deceased is underway Harsh Sanghvi | અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ રાજ્યના ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ રાજ્યના ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે FSLમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે FSLની ટીમ બે દિવસથી રાત દિવસ જોયા વગર કામ કરી રહી છે અને DNA સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે.
FSLની ટીમો DNA સેમ્પલિંગનું કામ કરી રહી છે- હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, " ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક સાયન્સની ગુજરાતની ટીમ 2 રાતથી તમામ પરિવારના DNA સેમ્પલિંગનું કામ કરી રહી છે. ભારત સરકારમાંથી પણ મોટી સંખ્યામાં ફોરેન્સિક જાણકારોની મદદ અહીં મોકલવામાં આવી છે.સરકાર જલદી આ પ્રક્રિયા પતે તેમ કામ કરશે."
હર્ષ સંઘવી પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે પહોંચ્યા
ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ IBના આઇજીપી પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે પહોંચ્યા છે. FSL અને NFSUની મુલાકાત તેમજ DNA પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.











