મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ સંકટ! વાહનચાલકોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલપંપો પર ડીઝલની ગંભીર અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટડી સહિત

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલપંપો પર ડીઝલની ગંભીર અછત સર્જાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટડી સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલપંપ બહાર 5 કિમી સુધી લાંબી લાઈનો લાગી છે અને લોકો 24 કલાક સુધી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતા કેટલાક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ કામગીરી સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ છે. રણ વિસ્તારમાં મીઠું ખોદવાની કામગીરી પણ બંધ પડી છે જ્યારે ખેતીના કામો અટકી ગયા છે. આયાત-નિકાસ પર પણ અસર પડી છે. સ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડીઝલ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો