મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલની અછત અને વધતી મોંઘવારી મુદ્દે AAPનો વિરોધ

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેક્ટર

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે ખેડૂતો ડીઝલ માટે કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાઈનોમાં ઉભા છે અને ખેતીકામ અટકી પડ્યું છે, ત્યારે વડાપ્રધાન વિદેશ પ્રવાસમાં વ્યસ્ત છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોને પૂરતું ડીઝલ મળે, ગૃહિણીઓને સસ્તા ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થાય અને મોંઘવારી પર લગામ લાગે તેવી માંગણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં 12 12 કલાકના વેઈટિંગને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો