VIDEO/ સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની ભારે અછત; અનેક પેટ્રોલ પંપો પર સ્ટોક નીલ
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ડીઝલની રાડ પડી છે. વાવણીની સીઝન બરાબર જામી છે ત્યારે જ ડીઝલ ન મળત
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ડીઝલની રાડ પડી છે. વાવણીની સીઝન બરાબર જામી છે ત્યારે જ ડીઝલ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી પડતા ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે.સ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોએ ડીઝલ મેળવવા માટે ૧૪-૧૪ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, એટલું જ નહીં અનેક ખેડૂતોએ તો પેટ્રોલ પંપ પર જ રાત વિતાવવી પડી છે. ડીઝલના અભાવે ખેતીકામ ખોરંભે પડ્યું છે. જો તાત્કાલિક ડીઝલનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હવે સરકાર પાસે પૂરતા સ્ટોકની માંગ કરી રહ્યા છે



