મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'હવે બાપુ પણ ઝપટે ચઢ્યા' ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઇને ધાનાણીનો ભાજપ પર કટાક્ષ

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફરી તેમના નિવેદનથી ચર્ચાઓમાં આવ્યા છે.

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફરી તેમના નિવેદનથી ચર્ચાઓમાં આવ્યા છે. જ્યાં પરેશ ધાનાણીએ એક સભા દરમિયાન પટેલ સમાજ અને બાપુ એટલે કે ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

પરેશ ધાનાણીએ વર્ષ 1995નું ઉદાહરણ આપી કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા ભાજપનું બીજ વાવ્યું હતું,  ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા ભાજપના બીજ વાવ્યા હતા.

 પટેલ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીજને 10 ડોલ પાણી આપીને સિંચન કર્યું હતું. તે બી વટવૃક્ષ બન્યું હતું. વર્ષ 2015માં તેમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા હતા, બધા સમાજનો વારો આવી ગયો છે, હવે બાપુ બચ્યા હતા તો હવે તે પણ ઝપટે ચડ્યા છે. ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈને પરેશ ધાનાણીએ ભાજપ પર આકરો પ્રહાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો