VIDEO : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ કરી મહાદેવની આરાધના
આજથી એટલે શુક્રવાર, 25 જુલાઈ 2025ના રોજ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે.
આજથી એટલે શુક્રવાર, 25 જુલાઈ 2025ના રોજ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. પવિત્ર શ્રાવસ માસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ મહિનામાં શિવભક્તો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે. જેમાં ભક્તો ભજન કિર્તન સાથે પૂજા-અર્ચના પણ કરે છે. તમને જણાવી દઈએ કે આ મહિનામાં આવી રહેલા સોમવારનું વિશેષ મહત્ત્વ હોય છે, કારણ કે આ વાર ભગવાન શિવનો પ્રિયવાર હોય છે, જેમાં શિવભક્તો ઉપવાસ કરે છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પંચમહાલના ગોધરમાં આવેલા મહાદેવના પાવન શિવ મંદિરના દર્શન કરાવીશું.






