મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુરુપૂર્ણિમાએ ડાકોર રણછોડરાયજી મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરે

તસવીર: gstv

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અંદાજે 3 લાખ જેટલા ભાવિક ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. "કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્"ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી અને અન્નકૂટ પ્રસાદીનો લાભ લીધો હતો. હિંદુ ધર્મમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ અને અલૌકિક મહત્વ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો