VIDEO: ડાકોરમાં ભગવાન જગન્નાથની ૨૫૪મી રથયાત્રામાં મેઘરાજાની પધરામણી, ભક્તોમાં આનંદનો માહોલ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની ૨૫૪મી ભવ્ય રથયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની ૨૫૪મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. આ પવિત્ર અવસરે કાળિયા ઠાકોરને ગરમી ન લાગે તે માટે જાણે કુદરતે પણ વિશેષ વ્યવસ્થા કરી હોય તેમ અચાનક જ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી.
વરસાદી ઝાપટું પડતાં જ સમગ્ર વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ સાચા અર્થમાં જીવતદાન સમાન સાબિત થયો છે. ડાકોરમાં વરસેલા આ કાચા સોના સમાન વરસાદથી ભક્તો, પ્રજાજનો અને ધરતીપુત્રોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.




