VIDEO: મહેમદાવાદના આમસરણ ગામે બેદરકારીએ લીધો માસૂમ ક્રિષ્નાનો જીવ, વીજ થાંભલો પડતાં મોત
ખેડાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામે સુ

ખેડાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામે સુરક્ષાના નિયમો નેવે મૂકીને અને વીજ પુરવઠો બંધ કર્યા વિના જોખમી રીતે ઝાડ કાપવાની ચાલી રહેલી કામગીરીએ એક માસૂમનો જીવ લીધો છે. ઝાડની ભારે ડાળખી વીજ લાઈન પર પડતા રસ્તા કિનારે આવેલો વીજ થાંભલો અચાનક તૂટી પડ્યો હતો. કમનસીબે તે જ સમયે સાયકલ પર શાળાએ જઈ રહેલા ધોરણ-૬ ના ૧૧ વર્ષીય વિદ્યાર્થી ક્રિષ્ના યાદવ પર આ થાંભલો પડતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક ક્રિષ્ના તેની ૬ મોટી બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. આ કાળજું કંપાવતી ઘટના બાદ ઝાડ કાપનારા મજૂરો પોતાનો સામાન મૂકીને નાસી છૂટ્યા છે, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ આ ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે તાત્કાલિક કડક કાયદાકીય ગુનો નોંધી ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે.
