મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: નવા વર્ષે 'મા અંબા'ના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર, મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. ગુજરાત અને રાજસ્થાનની સરહદે

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અંબાજી માતા મંદિર ખાતે ભક્તો વર્ષભર આવતા જ હોય છે પરંતુ નવા વર્ષ અને દિવાળીના પર્વમાં અચૂક અંબાજી પરિવાર સાથે આવીને દેવી દર્શન કરતા હોય છે. હાલમાં દિવાળી અને નવા વર્ષના વેકેશન ગાળામાં અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાત અને ગુજરાત બહારના ભક્તો દુર દુરથી મા અંબાના દર્શન કરવા અંબાજી આવી રહ્યા છે. ભક્તો મંદિરમાં દર્શન કરવા લાંબી લાંબી લાઈનોમા ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. 

હાલમાં દિવાળી વેકેશન અને નવા વર્ષને લઈને ગુજરાતભરના અને રાજ્ય બહારના ભક્તો ગુજરાત અને રાજસ્થાનના સરહદ ઉપર આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરના શક્તિ દ્વારથી છેક મંદિર સુધી લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. મંદિરમાં નૃત્ય મંડપ આસપાસ દર્શન માટે ડબલ લાઈનો પણ ભરેલી જોવા મળી રહી છે. મંદિર ખાતે ભક્તોને ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે દર્શન માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ મંદિર ખાતે ફરજ બજાવી રહી છે.

આ સમાચાર શેર કરો