દ્વારકામાં શ્રી કૃષ્ણના દર્શન કરવા પહોંચ્યા ભક્તો
આજે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના પાવન દર્શન કરવા દ્વારકામાં લોકોની ભારે ભીડ ઉમટી. કૃષ્ણ જન્મોત્સવમાં જોડાવા મા
આજે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના પાવન દર્શન કરવા દ્વારકામાં લોકોની ભારે ભીડ ઉમટી. કૃષ્ણ જન્મોત્સવમાં જોડાવા માટે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા. આ શુભ દિવસે શ્રીજીને પણ આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.
6 વાગ્યાથી થયા મંગળાદર્શન શરૂ
ભગવાન શ્રીકૃષ્ણના 5252માં જન્મોત્સવ નિમિત્તે સવારે 6:00 વાગ્યાથી જ મંગળાદર્શન શરૂ થયા. આજરોજ દ્વારકાધીશ ભગવાનને સુંદર સોના ચાંદીથી શૃંગાર કરવામાં આવશે, અને તેમને સોળે શણગારથી સજાવવામાં આવશે. આ સાથે જ ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પરદે સ્નાન કરાવવામાં પણ આવશે.





