VIDEO: બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી આવાસ પર પ્રદર્શનકારીઓનો કબ્જો
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનની આગ આખા દેશમાં ફેલાઇ ગઇ છે. હજારો પ્રદ
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનની આગ આખા દેશમાં ફેલાઇ ગઇ છે. હજારો પ્રદર્શનકારી વડાપ્રધાન શેખ હસીનાના પ્રધાનમંત્રી આવાસમાં ઘુસી ચુક્યા છે. આ વચ્ચે વડાપ્રધાન હસીના વડાપ્રધાન કાર્યાલય છોડીને ભારત રવાના થયા છે.
ન્યૂઝ એજન્સીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ઢાકા પેલેસ છોડીને કોઇ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થઇ ગયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ હસીના અને તેમના બહેન રેહાનાએ દેશ છોડી દીધો છે અને મિલિટ્રી હેલિકોપ્ટરથી ભારત પહોંચી ગયા છે.
શેખ મુજીબની મૂર્તિ પર હથોડા મારવામાં આવ્યા
બાંગ્લાદેશમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંગબંધુ શેખ મુર્જીબુર્રહમાનની મૂર્તિ પર ચઢીને તેને તોડતા જોવા મળી રહ્યાં છે. પ્રદર્શનકારી એટલા ઉગ્ર બની ગયા છે કે તેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ગણાતા બંગબંધુ શેખ મુર્જીબુર્રહમાનની મૂર્તિ પર ચઢીને હથોડા માર્યા હતા.






