VIDEO: રોડ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન
ગીર ના કોડીનાર તાલુકા ના ડોલાસા અને ઉના ના લેરકા ગામને જોડતા ચાર કિમિ લાંબા 
ગીર ના કોડીનાર તાલુકા ના ડોલાસા અને ઉના ના લેરકા ગામને જોડતા ચાર કિમિ લાંબા રોડ નવ નિર્માણ પામ્યો છે આ રોડ ની વચ્ચે વીજ પોલ જોખમી હતો. નવો રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ રોડ બન્યો તો આવી ભૂલ કેમ થઈ. આ અહેવાલો મીડિયામાં ચાલતા વીજ વિભાગ સફાળું જાગ્યું અને પોલ ને તત્કાળ હટાવાયો છે.
વીજ અધિકારી નું કહેવું છે કે અમને કોઈ એ આ વાત ની જાણ કરી ન હતી એટલું જ નહીં ભૂતકાળ મા રોડ સાંકડો હતો જેની સાઇડ મા પોલ હતો હવે રોડ પહોળો બન્યો જેથી રોડ ની વચ્ચે વીજ પૉલ હોય તેવું પ્રતીત થાય છે.
લેરકા ગામના સરપંચ પ્રતિનિધિ નું કહેવું છે કે અમે રજુઆત કરી હતી અમને રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું. એક તરફ વીજ વિભાગ રજુઆત ન આવી હોવાનું કહે છે તો બીજી તરફ સરપંચ પ્રતિનિધિ જાણ કરી હોવાનું જણાવે છે






